12 December, 2022 11:48 AM IST | Noida | Gujarati Mid-day Correspondent
નોએડાની પ્રાંજલિ નામની સિંગર
પ્લેબૅક સિંગર્સની દુનિયામાં નેહા કક્કર એક જાણીતું નામ છે. ચાર વર્ષની નાની વયથી પર્ફોર્મ કરનારી નેહા કક્કર આજે યુટ્યુબ પર સૌથી વધુ જોવાતી મહિલા કલાકારોમાં સ્થાન પામી છે. ૨૦૧૭ અને ૨૦૧૯માં તેણે ‘ઇન્ડિયા ફૉર્બ્સ સેલિબ્રિટી ૧૦૦’માં અને ‘ફૉર્બ્સ’ દ્વારા એશિયાના ૧૦૦ ડિજિટલ સ્ટાર્સની સૂચિમાં પણ સ્થાન મેળવ્યું હતું.
નોએડાની પ્રાંજલિ નામની સિંગર અને ગીતકારે નેહા કક્કરના અવાજમાં ડોમિનોઝમાં પીત્ઝાનો ઑર્ડર આપ્યાનો પ્રૅન્ક કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં હૃતિક નામનો યુવક એનો ઑર્ડર લેવા માટે વાત કરી રહ્યો છે અને નેહાના અવાજમાં પોતાનો ઑર્ડર લખાવી રહી છે. આ વિડિયોને ૧.૦૨ લાખ વ્યુઝ મળ્યા છે. અમુક લોકોએ આ વિડિયોનો આનંદ ઉઠાવ્યો છે, તો વળી કેટલાકે કોઈના કામના સમયે ઉડાડાયેલી મજાક સામે નારાજગી વ્યક્ત કરી છે.