નીતિન ગડકરીને મળ્યું યુટ્યુબનું ગોલ્ડન બટન

07 November, 2024 12:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

‘લોકોના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક ગોલ્ડન બટન મળવાથી ગૌરવ અનુભવી રહ્યો છું. આભાર, યુટ્યુબ- એમ તેઓએ લખ્યું હતું.

ગૂગલ એશિયા પૅસિફિક ક્ષેત્રના ડિરેક્ટર અજય વિદ્યાસાગરે નીતિન ગડકરીને ગોલ્ડન બટન પુરસ્કાર આપ્યો હતો.

ભારતના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને યુટ્યુબના પ્રતિષ્ઠિત ગોલ્ડન બટનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઑનલાઇન વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મ પર નીતિન ગડકરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ગૂગલ એશિયા પૅસિફિક ક્ષેત્રના ડિરેક્ટર અજય વિદ્યાસાગરે આ બટન એનાયત કર્યું હતું. નીતિન ગડકરીના યુટ્યુબ અકાઉન્ટમાં દસ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે અને તેમણે ૪૨૦૦ જેટલા વિડિયો શૅર કર્યા છે. નીતિન ગડકરીએ સમારોહનો વિડિયો શૅર કરીને સોશ્યલ ‌મીડિયામાં લખ્યું હતું કે ‘લોકોના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક ગોલ્ડન બટન મળવાથી ગૌરવ અનુભવી રહ્યો છું. આભાર, યુટ્યુબ.’

offbeat news life masala nitin gadkari youtube indian government