01 April, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિઓમા ઓકોલી
એક નાઇજીરિયન મહિલાને પ્રોડક્ટનો ઑનલાઇન રિવ્યુ આપવાનું ભારે પડ્યું હતું અને તેને ૭ વર્ષ માટે જેલની સજા આપવામાં આવી હતી. ૩૯ વર્ષની ચિઓમા ઓકોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટમેટાંની પ્યુરીનું કૅન ખરીદ્યું હતું. એ વિશે તેણે ફેસબુક પર લખ્યું કે આમાં બહુ ખાંડ છે. મહિલાએ અન્ય ફ્રેન્ડ્સને પણ આ વિશે કમેન્ટ કરવા જણાવ્યું હતું. આ પોસ્ટ પર જોતજોતાંમાં હજારો કમેન્ટ આવી ગઈ જેમાં પ્રોડક્ટ બનાવનાર કંપની એરિસ્કો ફૂડ્સ લિમિટેડના ફાઉન્ડરની બહેનની પણ કમેન્ટ હતી. તેણે ઓકોલીને પ્રોડક્ટ વિશે નેગેટિવ ન લખવા જણાવ્યું, પણ મહિલાએ તેને વધુ ઉગ્રતાથી જવાબ આપ્યો હતો. એ પછી ઑક્ટોબરમાં કંપનીએ મહિલા સામે કેસ નોંધ્યો હતો અને તેને ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એ ઉપરાંત મહિલાને સાડાચાર લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો વારો આવી શકે છે.