કાળીચૌદશે ખુદ માએ જ સુપારી આપીને પોતાનાં દીકરા-વહુની હત્યા કરાવી

04 November, 2024 03:02 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના આગરા પાસે અછનેરા ગામમાં . વિકાસ અને દીક્ષાનાં ૧૦ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. કરૌલીમાતાનાં દર્શન કરવા ગયેલા આ નવયુગલની હત્યા કોણે કરી એની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી.

વિકાસ અને તેની પત્ની

ઉત્તર પ્રદેશના આગરા પાસે અછનેરા ગામમાં . વિકાસ અને દીક્ષાનાં ૧૦ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. કરૌલીમાતાનાં દર્શન કરવા ગયેલા આ નવયુગલની હત્યા કોણે કરી એની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. યુગલનેકાળીચૌદશની વહેલી સવારે વિકાસ અને તેની પત્ની દીક્ષા કારમાં ગોળી મારેલી હાલતમાં જોવા મળ્યાં હતાં ગોળી મારનાર યુવકને વિકાસના મામાએ કામે લગાડ્યો હતો અને મામાએ આ કામ પોતાની બહેન એટલે કે વિકાસની મા લલિતાના કહેવાથી કર્યું હતું. લલિતાનું કહેવું હતું કે ‘દીકરાને બહાર ક્યાંક અફેર હતું એટલે જ તેનાં લગ્ન સુંદર દીક્ષા સાથે કરાવેલાં, પરંતુ લગ્ન પછી ખબર પડી કે દીક્ષાને પણ લગ્નેતર સંબંધો હતા. મેં બન્નેને સમજાવ્યાં, પણ તેઓ સાંભળવા તૈયાર નહોતાં. ગામમાં ખબર પડે તો ક્યાંય મોં બતાવવાને લાયક ન રહેત અને બીજા છોકરાઓનાં લગ્ન ન થાત.’

uttar pradesh murder case Crime News national news news agra offbeat news