નેપાલની મહિલાએ માત્ર ૧૪ કલાક અને ૩૧ મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો

24 May, 2024 03:43 PM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

અગાઉનો રેકૉર્ડ જેના નામે હતો તે હૉન્ગકૉન્ગની મહિલાને એવરેસ્ટ પર પહોંચતાં ૨૫ કલાક લાગ્યા હતા.

ફૂંજો લામા

વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરતાં સામાન્ય પર્વતારોહીઓને બે મહિનાનો સમય લાગતો હોય છે, પણ નેપાલનાં મહિલા પર્વતારોહી ફૂંજો લામાએ માત્ર ૧૪ કલાક અને ૩૧ મિનિટમાં ૮૮૪૮.૮૬ મીટર ઊંચો એવરેસ્ટ સર કર્યો છે. આ સાથે તેઓ આટલા ઓછા સમયમાં એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ મહિલા બન્યાં છે. અગાઉનો રેકૉર્ડ જેના નામે હતો તે હૉન્ગકૉન્ગની મહિલાને એવરેસ્ટ પર પહોંચતાં ૨૫ કલાક લાગ્યા હતા.

mount everest everest nepal international news offbeat news