મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબાના તાલે ઝૂમ્યા મુસાફરો

23 October, 2023 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની લોકલ ટ્રેનમાં નવરાત્રિની ઉજવણીનો એક ખૂબ હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

નવરાત્રિની ધૂમ ભારતભરમાં મચી છે ત્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં ઉજવણીનો એક ખૂબ હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે, જેમાં આ મુસાફરો રોજની ભોગદોડની લાઇફમાંથી અલગ થઈને થોડી મસ્તી-મજા કરે છે એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. એ વિડિયોએ મુંબઈના અન્ય ટ્રાફિકથી ત્રસ્ત ​મુસાફરોનું ધ્યાન ખેંચ્યું હતું.

મહત્ત્વની વાત એ છે કે ખૂબ જ ગિરદીવાળી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ આ લોકો ભારે જુસ્સાથી ડાન્સ-સ્ટેપ્સ કરી રહ્યા છે. તેમને જોઈને અન્ય મુસાફરો પણ ઉત્સાહમાં તેમની સાથે આનંદ માણી રહ્યા છે. કેટલાક પોતાના મોબાઇલમાં આ ક્ષણને કેદ કરી રહ્યા છે.

નોંધનીય રીતે મોટા ભાગના ગરબા કરતા મુસાફરોએ સફેદ કપડાં પહેર્યાં હોય એ પણ એક અલગ પાસું ઊભરી આવ્યું હતું આ વિડિયોનું. કેટલાક લોકો મોટી ઉંમરના હોય ખૂબ જ ઉત્સાહથી આ ક્ષણને માણી રહ્યા હતા, તો અન્ય લોકો પણ આ સંગીતની મજા લઈ રહ્યા હતા. આમ આ ​વિડિયોમાં તમામ વયજૂથના લોકોને આનંદ માણતાં આવરી લેવાયા હતા.

navratri navratri 2023 mumbai local train mumbai mumbai news offbeat news