જેલમાં કેદીઓ પણ ગરબે રમ્યા

23 October, 2023 08:15 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

નવરાત્રિમાં ૨૦ ઑક્ટોબરે મધ્ય પ્રદેશની ઇન્દોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેલમાં ગરબે રમતાં કેદીઓ

સામાન્ય રીતે ગુજરાતમાં ગરબાની ધામધૂમથી ઉજવણી થાય છે ત્યારે ઇન્દોરમાં નવરાત્રિની ઉજવણી એક અલગ જ ઊંચાઈએ પહોંચી છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની ઉજવણી મા દુર્ગાની આ ગાથાને યાદ કરીને ૯ દિવસ સુધી ગરબા રમીને અને પૂજા કરીને થાય છે ત્યારે નવરાત્રિમાં ૨૦ ઑક્ટોબરે મધ્ય પ્રદેશની ઇન્દોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેલ ઑથોરિટી દ્વારા એનર્જેટિક સંગીત સાથે તાલ અને લયબદ્ધ રીતે કેદીઓ ગરબા રમે એવું આયોજન કરી તેમનું આવનારું જીવન વધુ પડતું મૉરલ વૅલ્યુ સાથે આગળ વધે એવી કામના કરવામાં આવી હતી.

navratri 2023 navratri madhya pradesh indore offbeat news national news