ચંદ્ર મિશન માટેના વિશેષ વાહન પર એક નજર કરીએ

06 April, 2023 02:22 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ધ ફ્લેક્સિબલ લૉજિસ્ટિક્સ ઍન્ડ એક્સપ્લોરેશન (ફ્લેક્સ) રોવર કાર્ગો, સાધનો તેમ જ બે વ્યક્તિને લઈ જઈ શકે છે.

ઍસ્ટ્રોલૅબ ફ્લેક્સ

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ગઈ કાલે ચંદ્ર મિશન માટેના ચાર અવકાશયાત્રીઓનાં નામની ઘોષણા કરી હતી, જેમાં પહેલી વખત એક મહિલા અવકાશયાત્રીનો પણ સમાવેશ થાય છે. આ મિશન માટે એક વાહન પણ હશે. એક નજર એ વાહનની વિશેષતાઓ પર. એસયુવી સાઇઝના આ રોવરને ઍસ્ટ્રોલૅબ ફ્લેક્સ નામથી ઓળખવામાં આવે છે. ધ ફ્લેક્સિબલ લૉજિસ્ટિક્સ ઍન્ડ એક્સપ્લોરેશન (ફ્લેક્સ) રોવર કાર્ગો, સાધનો તેમ જ બે વ્યક્તિને લઈ જઈ શકે છે. અમેરિકાની ઍરોસ્પેસ સ્ટાર્ટઅપ ઍસ્ટ્રોલૅબ દ્વારા આ વાહનની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ વાહન એક જીપ જેવું છે. નાસાના પર્સિવરન્સ રોવર કરતાં મોટું છે અને બે અવકાશયાત્રીઓને લઈ જતી વખતે ૧૫ માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. મંગળ પરના રોવર કરતાં વધુ અલગ નહીં હોય, કારણ કે કાર્ગોમાં મદદ માટે ફ્લેક્સને રોબોટિક હાથ સાથે ફિટ કરવામાં આવશે. આ ‍વાહન નવેમ્બર ૨૦૨૪ અને ૨૦૨૫ની વચ્ચે ચંદ્ર પર પોતાના કામનો પ્રારંભ કરશે.

offbeat news international news nasa washington