22 November, 2023 08:05 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
આકાશગંગાની તસવીર
નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આકાશગંગાના અદ્ભુત ફોટો અને વિગતો તાજેતરમાં બહાર પાડી હતી, જેમાં બ્લૅક હોલથી અંદાજે ૩૦૦ પ્રકાશવર્ષ અને પૃથ્વીથી ૨૫,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આકાશગંગાના કેન્દ્રમાં ૫૦,૦૦૦થી વધુ તારાઓ અને અસ્તવ્યસ્ત વાદળો દેખાય છે. આ નવા ફોટો ત્યાંના પર્યાવરણનાં રહસ્યોનો જવાબ આપશે, જેમાં ધનુરાશી લી નામનો પ્રદેશ સૂર્યના કિરણોત્સર્ગથી વિસ્ફોટિત થઈને કઈ રીતે નવા વિશાળ તેજસ્વી અવકાશી પદાર્થને જન્મ આપે છે એ જોવા મળશે. અગાઉ આ વિસ્તાર વિશે કોઈ ઇન્ફ્રારેડ ડેટા નહોતો. આ પ્રકારના વાતાવરણમાં તારાઓની રચના કઈ રીતે થાય છે એ વિશે અભ્યાસ કરવાની તક મળે છે.