15 February, 2023 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
નાસાએ લીધેલી તસવીરો
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સૂર્યમાંથી આવતા લાઇટ શોનું અગાઉ ક્યારેય ન જોયું હોય એ રીતે અવલોકન કર્યું હતું. સૂર્યના વાતાવરણમાંથી ઉત્સર્જિત થતાં વિવિધ કિરણોને જોવા માટે ન્યુક્લિયર સ્પેક્ટ્રોસ્કોપિંગ ટેલિસ્કોપ એરેયનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાઈ એનર્જીના એક્સ-રે માત્ર અમુક લોકેશન પર જ જોવા મળતા હતા ત્યારે લો એનર્જીના એક્સ-રે અને અલ્ટ્રાવાયલેટ કિરણો બધી જ સપાટી પર જોવા મળતાં હતાં. વૈજ્ઞાનિકોને એવી આશા છે કે આ અવલોકનને કારણે સૂર્યનાં સૌથી મોટાં રહસ્યો પૈકી એકને ઉકેલવામાં મદદ કરશે.
સૂર્યની બહારની સપાટી અન્ય કરતાં કેમ ૧૦૦ ગણી વધુ ગરમ હોય છે એ રહસ્ય ઉકેલવામાં મદદ થશે. હાઈ એનર્જી કિરણોને જોવા માટે એને ભૂરો રંગ આપવામાં આવ્યો તો લો એનર્જી કિરણો માટે એને લીલો રંગ આપવામાં આવ્યો હતો. સૂર્યની બહારની સપાટી પર ઘણા વિસ્ફોટ થયા કરે છે, જેને કારણે પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે. આ કારણથી જ એ અન્ય સપાટી કરતાં ૧૦૦ ગણું ગરમ હોય છે. નાસાએ કૅપ્ચર કરેલી આ અજાયબીએ સાયન્સની દુનિયામાં રસ ધરાવતા સૌકોઈનું ધ્યાન ખેંચ્યું છે.