પહેલી વખત મહિલા અને અશ્વેત અવકાશયાત્રી ચંદ્ર પર મૂકશે પગ

05 April, 2023 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિક્ટર ગ્લોવર ચંદ્ર પર પગ મૂકનારો પહેલો અશ્વેત પુરુષ હશે

પહેલી વખત મહિલા અને અશ્વેત અવકાશયાત્રી ચંદ્ર પર મૂકશે પગ

ચંદ્રની ધરતી પર અત્યાર સુધી કુલ ૧૨ મનુષ્યો ચાલ્યા છે અને એ તમામ પુરુષો જ હતા, એમાં એક પણ મહિલા નહોતી. તાજેતરમાં અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ ઘોષણા કરી હતી કે આર્ટેમિસ-ટૂ મિશનના ભાગરૂપે ક્રિસ્ટિના હેમોક કોચ ચંદ્ર પર પગ મૂકનારી પ્રથમ મહિલા બનશે. જોકે આ મિશનમાં અન્ય ત્રણ જણ પણ છે; જેમાં જેરેમી હેન્સન, પાઇલટ વિક્ટર ગ્લોવર, કમાન્ડર રીડ વાઇઝમૅનનો સમાવેશ છે. વિક્ટર ગ્લોવર ચંદ્ર પર પગ મૂકનારો પહેલો અશ્વેત પુરુષ હશે. ક્રિસ્ટિના કોચ અવકાશમાં ૩૨૮ દિવસ રહેવાનો રેકૉર્ડ પણ ધરાવે છે. આજથી ૬૦ વર્ષ પહેલાં માણસે પહેલી વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો. આ મિશન નવેમ્બર ૨૦૨૪માં શરૂ થશે. માર્ચમાં નાસાએ એના નેક્સ્ટ જનરેશન સ્પેસ સૂટનું અનાવરણ કર્યું હતું, જે અવકાશયાત્રીઓની ટીમ ચંદ્ર પર પહેરશે. વિશ્વનું સૌથી મોટું અને શક્તિશાળી રૉકેટ તેમને ચંદ્ર તરફ લઈ જશે. ચંદ્રની સપાટી પરથી તેઓ ધ્વનિ કરતાં ૩૦ ગણી ઝડપે પૃથ્વી પર પાછા ફરશે. 

offbeat news nasa washington international news