નારાયણ મૂર્તિએ પૌત્રને ૨૪૦ કરોડ રૂપિયાના શૅર ગિફ્ટ કર્યા

19 March, 2024 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એને પગલે તેમનો પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિ ચાર મહિનાની ઉંમરે અબજોપતિ બની ગયો

નારાયણ મૂર્તિ

૨૦૨૩ની ૧૦ નવેમ્બરે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નારાયણ મૂર્તિના દીકરા રોહનના ઘરે દીકરો જન્મ્યો હતો, જે હજી તો ચાર મહિનાનો જ થયો છે પણ અબજોપતિ બની ગયો છે. પૌત્રનું નામ એકાગ્ર છે અને કદાચ મીડિયા રિપોર્ટ્‍સની વાત માનીએ તો તે ભારતનો યંગેસ્ટ અબજોપતિ હશે. વાસ્તવમાં  દાદા નારાયણ મૂર્તિએ તેમની કંપનીના કેટલાક શૅર્સ એકાગ્રહને ગિફ્ટ કર્યા છે અને એ શૅર્સની કિંમત લગભગ ૨૪૦ કરોડ રૂપિયા જેટલી છે. એકાગ્રહ રોહન મૂર્તિ પાસે હવે ઇન્ફોસિસના ૧૫ લાખ શૅર્સ છે જે કંપનીના કુલ શૅર્સના ૦.૦૪ ટકા છે. એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ માહિતી સામે આવી છે. આ ટ્રાન્સફર કરાયેલા શૅર્સ પછી ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિનો હિસ્સો ૦.૪૦ ટકાથી ઘટીને ૦.૩૬ ટકા થયો છે. મતલબ કે હજી નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના ૧.૫૧ કરોડ શૅર્સ ધરાવે છે. શૅર્સનું આ ટ્રાન્સફર ‘ઑફ-માર્કેટ’ થયું છે. 

દીકરાનું નામ અર્જુન પરથી... 
નારાયણ અને સુધા મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને તેની પત્ની અપર્ણા ક્રિષ્નનના દીકરાનું નામ એકાગ્ર રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે આ નામ મહાભારતમાં અર્જુનની  એકાગ્રતા પરથી લેવામાં આવ્યું હતું. કોઈ ચોક્કસ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા એકાગ્રતા સાધવી પડે છે.

offbeat videos offbeat news narayana murthy infosys