નારાયણ મૂર્તિ ભલે બીજાને વિરોધ કરવાની તક આપે, પણ તેમનો નિર્ણય જ અંતિમ હોય છે

21 May, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નારાયણ મૂર્તિએ અગાઉ એવું જણાવ્યું હતું કે એક લીડર તરીકે મુશ્કેલ નિર્ણય લેવા પડે છે.

નારાયણ મૂર્તિ

ભારતીય મલ્ટિનૅશનલ IT કંપની ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (CFO) મોહનદાસ પાઈએ કંપનીના ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિને કડક સ્વભાવના ગણાવ્યા હતા. તેમણે નારાયણ મૂર્તિ સાથે કામ કરવાના અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘નારાયણ મૂર્તિ બહુ ટફ માણસ છે. મીટિંગમાં તેઓ દરેક વ્યક્તિને બોલવાની અને વિરોધ કરવાની તક આપે છે. તેઓ આ બધાની વચ્ચે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરે છે અને જો એમ ન થાય તો શ્રેષ્ઠ આઇડિયાને અમલમાં મૂકે છે. જોકે તેઓ એક વાર નિર્ણય લઈ લે એટલે તમારે રાજીખુશી એનું પાલન કરવાનું હોય છે.’ નારાયણ મૂર્તિએ અગાઉ એવું જણાવ્યું હતું કે એક લીડર તરીકે મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. તેઓ એક સારી વ્યક્તિને બદલે નિષ્પક્ષ વ્યક્તિ તરીકે ઓળખાવાનું પસંદ કરશે.

offbeat videos offbeat news social media