નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને દાદાની કંપનીમાંથી ૪.૨ કરોડ રૂપિયા ડિવિડન્ડ મળ્યું

20 April, 2024 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નારાયણ મૂર્તિએ ગયા મહિને પૌત્રને કંપનીના ૨૧૦ કરોડ રૂપિયાની વૅલ્યુના શૅર ગિફ્ટ કર્યા હતા

પુત્ર રોહન સાથે નારાયણ મૂર્તિ

ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને દાદાની કંપનીના ૧૫ લાખ શૅર પર ૪.૨ કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મળ્યા છે. નારાયણ મૂર્તિએ ગયા મહિને પૌત્રને કંપનીના ૨૧૦ કરોડ રૂપિયાની વૅલ્યુના શૅર ગિફ્ટ કર્યા હતા. ગુરુવારે ઇન્ફોસિસે શૅરહોલ્ડરો માટે શૅરદીઠ ૨૮ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

offbeat news narayana murthy infosys