આઇસ બેડ પર રીંછ

08 February, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જહાજ દ્વારા નૉર્વેના સ્વાલબાર્ડ આર્કિપેલાગોમાં શોધ દરમિયાન બ્રિટિશ ઍમેટર ફોટોગ્રાફર નીમા સારીખાનીને અવૉર્ડ વિનિંગ ફોટોગ્રાફ ઝડપવામાં સફળતા મળી હતી.

પોલાર રીંછ

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ઑફ ધ યર પીપલ્સ ચૉઇસ અવૉર્ડ આઇસ બેડ પર સૂતેલા પોલાર રીંછના ફોટોગ્રાફને મળ્યો છે. જહાજ દ્વારા નૉર્વેના સ્વાલબાર્ડ આર્કિપેલાગોમાં શોધ દરમિયાન બ્રિટિશ ઍમેટર ફોટોગ્રાફર નીમા સારીખાનીને અવૉર્ડ વિનિંગ ફોટોગ્રાફ ઝડપવામાં સફળતા મળી હતી. સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફ માટેના અન્ય ચાર કમર્શિયલ ફાઇનલિસ્ટને બાજુએ મૂકી દ, સારીખાનીએ ટોચનું સ્થાન મેળવ્યું હતું. વર્તમાન વર્ષે પીપલ્સ ચૉઇસ અવૉર્ડ માટે ૨૫ ફોટોગ્રાફ્સ સ્પર્ધામાં હતા અને વિશ્વભરમાંથી ૭૫,૦૦૦ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને નેચર ફૅન્સ દ્વારા વર્તમાન વર્ષના વિજેતા તરીકે નીમાના ફોટોગ્રાફની પસંદગી કરવામાં આવી હતી. સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફ માટેની સ્પર્ધામાં અન્ય દાવેદારોમાં માર્ક બોયડ અને ઇઝરાયલના ઝાહી ફિન્કેલસ્ટેઇનનો સમાવેશ થતો હતો. માર્ક બોયડના ફોટોગ્રાફનું શીર્ષક હતું શૅર્ડ પેરન્ટિંગ. કેન્યાના મસાઇમારા પાર્કમાં બે સિંહણો એક બચ્ચાની માવજત કરી રહી હોવાનો ફોટોગ્રાફ તેણે ઝડપ્યો છે. ઇઝરાયલના ઝાહીના ફોટોગ્રાફનું શીર્ષક છે – ધ હૅપી ટર્ટલ.  આ ફોટોમાં બાલ્કન સરોવરનો એક કાચબો ઇઝરાયલની જેઝરીલ વૅલીમાં તીડ સાથે શાંતિપૂર્ણ અસ્તિત્વની આકર્ષક પળ શૅર કરે છે.

offbeat videos offbeat news international news wildlife