21 December, 2024 04:20 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
૧૭૫ સ્કૂલના ૨૮,૩૨૯ વિદ્યાર્થીઓ અને ૧૨૧૫ શિક્ષકોએ ભેગા મળીને મનાચે શ્લોક એકસાથે ગાવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
નાગપુરમાં હાલમાં ચાલી રહેલા ખાસદાર કલ્ચરલ ફેસ્ટિવલમાં ગઈ કાલે સંગીતના ધુરંધરોએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ રજૂ કરીને ઉસ્તાદ ઝાકિર હુસેનને શ્રદ્ધાંજલિ આપી હતી. આ જ ફેસ્ટિવલના ભાગરૂપે ગઈ કાલે સવારે ઈશ્વર દેશમુખ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના ગ્રાઉન્ડમાં ૧૭૫ સ્કૂલના ૨૮,૩૨૯ વિદ્યાર્થીઓ અને ૧૨૧૫ શિક્ષકોએ ભેગા મળીને મનાચે શ્લોક એકસાથે ગાવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.