૨૦૧૮માં ઑર્ડર કરેલાં ૫૦૦ રૂપિયાનાં સ્લિપર્સ માટે ૬ વર્ષ પછી ફ્લિપકાર્ટના કસ્ટમર કૅરમાંથી ફોન આવ્યો

30 June, 2024 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે પણ આ ઑર્ડરનું સ્ટેટસ જોવામાં આવે ત્યારે ‘અરાઇવિંગ ટુડે’ એટલે કે આજે ડિલિવર થશે એવું છેલ્લાં ૬ વર્ષથી જોવા મળે છે.

ફ્લિપકાર્ટના કસ્ટમર કૅરમાંથી આ ભાઈને ફોન આવ્યો

ઑનલાઇન શૉપિંગ કરો ત્યારે પાર્સલ ડિલિવર થવામાં થોડુંક વહેલુંમોડું તો થાય, પણ અહેસાન ખરબરી નામના મુંબઈના એક ભાઈને ફ્લિપકાર્ટ પર ૨૦૧૮માં ઑર્ડર કરેલો ૪૮૫ રૂપિયાનાં સ્લિપર્સનો ઑર્ડર હજી ડિલિવર નથી થયો. જ્યારે પણ આ ઑર્ડરનું સ્ટેટસ જોવામાં આવે ત્યારે ‘અરાઇવિંગ ટુડે’ એટલે કે આજે ડિલિવર થશે એવું છેલ્લાં ૬ વર્ષથી જોવા મળે છે. જોકે વાત ત્યાં નથી અટકતી. તાજેતરમાં ફ્લિપકાર્ટના કસ્ટમર કૅરમાંથી આ ભાઈને ફોન આવ્યો કે ‘તમને ઑર્ડર મેળવવામાં શું અસુવિધા થઈ રહી છે?’ આ ફોન પછી પણ હજી ફ્લિપકાર્ટની ઍપમાં ઑર્ડરનું સ્ટેટસ લખેલું છે, ‘આજે ડિલિવર થશે.’

offbeat news flipkart mumbai news national news