મુંબઈના કન્ટેન્ટ ક્રીએટરે હિસાબ માંડ્યો, દરરોજ ૬૨૨ વડાપાઉં વેચાય તો મહિને બે લાખની કમાણી થાય

10 October, 2024 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોકરી છોડીને વડાપાઉંની રેંકડી શરૂ કરવાની ઇચ્છા થઈ જાય એવી વાત છે. મુંબઈના કન્ટેન્ટ ક્રીએટર સાર્થક સચદેવાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં સાર્થક વડાપાઉંની રેંકડી પર વડાપાઉં વેચે છે.

મુંબઈના કન્ટેન્ટ ક્રીએટર સાર્થક સચદેવા

નોકરી છોડીને વડાપાઉંની રેંકડી શરૂ કરવાની ઇચ્છા થઈ જાય એવી વાત છે. મુંબઈના કન્ટેન્ટ ક્રીએટર સાર્થક સચદેવાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં સાર્થક વડાપાઉંની રેંકડી પર વડાપાઉં વેચે છે. તેણે લખ્યું છે કે અઢી કલાકમાં જ ૨૦૦ વડાપાઉં વેચાઈ ગયાં હતાં અને દિવસ પૂરો થયો ત્યાં સુધી કુલ ૬૨૨ વડાપાઉં વેચી નાખ્યાં છે. ૧૫ રૂપિયાના એકના લેખે તેણે એક દિવસમાં અંદાજે ૯૩૦૦ રૂપિયાની કમાણી કરી હતી. પછી સચદેવાએ ગણિત માંડ્યું કે જો આખો મહિનો આ રીતે વડાપાઉં વેચાય તો ૨,૮૦,૦૦૦ રૂપિયાની આવક થાય. ખર્ચના ૮૦,૦૦૦ કાઢી નાખીએ તો પણ બે લાખ રૂપિયાનો નફો થાય.

mumbai instagram social media offbeat news news mumbai news