સરકારી પૈસા મેળવવા માટે ભાઈ-બહેન અને ચાચા-ભત્રીજી દુલ્હા-દુલ્હન બની રહ્યાં છે

21 December, 2024 04:13 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મુખ્ય મંત્ર સામૂહિક વિવાહમાં ભાગ લેનારને ૩૫,૦૦૦ રૂપિયા અને કેટલાક ઉપહાર આપવામાં આવતા હોવાથી અહીં અનેક બનાવટી લોકો લગ્ન કરીને આ રકમ મેળવવા તૈયાર થઈ ગયા હતા.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મુરાદાબાદમાં લોકો મફતના પૈસા મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મુખ્ય મંત્ર સામૂહિક વિવાહમાં ભાગ લેનારને ૩૫,૦૦૦ રૂપિયા અને કેટલાક ઉપહાર આપવામાં આવતા હોવાથી અહીં અનેક બનાવટી લોકો લગ્ન કરીને આ રકમ મેળવવા તૈયાર થઈ ગયા હતા. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માગતા લોકોએ અરજી કરવાની હતી. મુરાદાબાદ જિલ્લામાં ૩૪૫૧ લોકોનાં સામૂહિક લગ્ન કરાવવાની યોજના હતી અને અત્યાર સુધી એ માટે લગભગ ૮૫૧૯ જેટલી અરજી આવી હતી. એને કારણે કર્મચારીઓએ દરેક અરજીની સત્યતાની ચકાસણી શરૂ કરતાં ખબર પડી કે એમાં ભાઈ-બહેન અને ચાચા-ભત્રીજી પણ જૂઠાં લગ્ન કરવા તૈયાર થઈ ગયાં છે. 

uttar pradesh national news news offbeat news social media