છેલ્લાં દસ વર્ષમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન ૧૭૦૦ ટકા વધ્યું

08 February, 2024 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત વિશ્વમાં વૉલ્યુમની દૃષ્ટિએ મોબાઇલ ફોનનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે.

મોબાઈલ ફોનની તસવીર

મોબાઇલ ફોનનું ઉત્પાદન ૨૦૧૪-’૧૫માં અંદાજિત ૧૮,૯૦૦ કરોડ રૂપિયાથી વધીને ૨૦૨૨-’૨૩માં અંદાજે ૩.૫૦ લાખ કરોડ રૂપિયા થયું છે, જે ઉત્પાદનમાં ૧૭૦૦ ટકાથી વધુનો વધારો છે એવું ભારત સરકારે કહ્યું હતું. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે અગાઉ વૈશ્વિક ઇલેક્ટ્રૉનિક્સ સપ્લાય ચેઇનમાં લગભગ નજીવું હોવા છતાં ભારત હાલમાં ઇલેક્ટ્રૉનિક્સ ગ્લોબલ વૅલ્યુ ચેઇન (GVC)માં ઝડપથી નોંધપાત્ર અને વિશ્વસનીય ખેલાડી બની રહ્યું છે. મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકારે મેકૅનિક્સ, ડાઈ-કટ પાર્ટ્સ અને અન્ય કૅટેગરી હેઠળ આવરી લેવામાં આવતા માલ પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (BCD) ૧૫ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી દીધી છે એમ રાજીવ ચંદ્રશેખરે માહિતી આપી હતી. ભારત વિશ્વમાં વૉલ્યુમની દૃષ્ટિએ મોબાઇલ ફોનનું બીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે.

offbeat videos offbeat news technology news