ઘર રિનોવેટ કરાવતી વખતે જકૂઝી નીચેથી બૂટલેગરની સીક્રેટ રૂમ મળી

08 June, 2024 10:26 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

તેમનું માનવું છે કે પ્રતિબંધના દાયકામાં દાણચોરો આ ટનલ દ્વારા દારૂની હેરફેર કરતા હશે અને એને અડીને આવેલી બ્લૅક ચેમ્બરમાં સ્ટૉક ભેગો કરતા હશે

જકૂઝી નીચે બૂટલેગરની સીક્રેટ રૂમ

અમેરિકાના મિશિગન સ્ટેટમાં રહેતા એક કપલને ઘર રિનોવેટ કરાવતી વખતે રહસ્યમય જગ્યા જોવા મળી હતી. તેમને જકૂઝી (હૉટ ટબ)નું સમારકામ કરાવતી વખતે ખબર પડી કે અહીં તો સીક્રેટ રૂમ અને બૂટલેગરની ટનલ છે. તેમનું માનવું છે કે પ્રતિબંધના દાયકામાં દાણચોરો આ ટનલ દ્વારા દારૂની હેરફેર કરતા હશે અને એને અડીને આવેલી બ્લૅક ચેમ્બરમાં સ્ટૉક ભેગો કરતા હશે.
હેલી અને ટ્રેવર નામના આ કપલે ૨૦૨૦માં આ ઘર ખરીદ્યું હતું. તાજેતરમાં ઘરનું રિનોવેશન કરાવતી વખતે તેમણે જોયું કે જકૂઝીની નીચે એક સીક્રેટ રૂમ છે જે લેક હ્યુરોન સાથે જોડાયેલી છે. જે-તે સમયે આ રૂમ ડાર્ક કૉન્ક્રીટમાંથી બનાવવામાં આવી હતી અને એ એક થાંભલાના ટેકે ઊભી હતી. આસપાસ નદીઓ અને તળાવના પાણીને કારણે આ રૂમ પાણીથી ભરાયેલી હતી એટલે એને ખાલી કરવી શક્ય નહોતી, પણ આ કપલે હિંમત કરીને એની અંદર જવાનું નક્કી કર્યું અને સ્કૂબા-ડાઇવિંગ કરીને એનો એક્ઝિટ પૉઇન્ટ શોધી કાઢ્યો હતો. ૨૦ ફુટ ઊંડી આ ટનલ લેક હ્યુરોન સાથે જોડાયેલી હતી. આ બન્નેને નવાઈ ત્યારે લાગી જ્યારે તેમને ખબર પડી કે તેમના પાડોશીના ઘરના જકૂઝી કે બેઝમેન્ટમાં પણ આવી જ એક સીક્રેટ રૂમ છે. ટ્રેવર હાલમાં આ ટનલ બંધ નહીં કરે, પણ સીક્રેટ રૂમને ભવિષ્યમાં ગેમ-રૂમ જરૂર બનાવશે.

michigan united states of america offbeat news international news world news