11 July, 2024 11:18 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
મિસ્ટ્રેસ મર્લી
અમેરિકાની મિસ્ટ્રેસ મર્લી નામની ૩૦ વર્ષની યુવતી એકદમ હટકે કરીઅર ધરાવે છે. તેનું કામ જ છે પુરુષોનું અપમાન કરીને પૈસા કમાવાનું. મર્લીનું કહેવું છે કે પુરુષો જ તેને સામેથી પોતાનું અપમાન કરાવવાના પૈસા આપે છે. લવ ડોન્ટ જજ નામની યુટ્યુબ ચૅનલ પર એક ઇન્ટરવ્યુમાં મર્લીએ પોતાનું પ્રોફેશન પુરુષોને હ્યુમિલિયેટ કરવાનું છે એ વિશે ખૂલીને વાત કરી હતી. છ વર્ષ પહેલાં તેણે આ કામ શરૂ કરેલું. કૉલેજમાંથી પાસ થયા પછી તે પૈસા કમાવા માટે કંઈક જુદું કરવા ઇચ્છતી હતી એ વખતે તેને સમજાઈ ગયેલું કે કૉર્પોરેટ જૉબ તેના બસની વાત નથી. એ વખતે તેને ખબર પડેલી કે કેટલીક મહિલાઓની કમ્યુનિટી છે જે પુરુષોના ફાઇનૅન્સ પર કબજો ધરાવે છે અને તેણે એ કામ કરવાનું નક્કી કરી લીધું. મર્લીના ગ્રાહકો બહુ જુદા હોય છે. ક્યારેક કોઈકની ઇચ્છા હોય છે કે મર્લી તેના પર જોર-જોરથી ચિલ્લાઈને ગાળો ભાંડે. કોઈક ડિમાન્ડ કરે છે ગળાપટ્ટો બાંધીને તેને કૂતરાની જેમ પાળતુ બનાવીને ફેરવવામાં આવે. તો વળી કોઈક તેના પગ ચાટવા સુધી પણ તૈયાર થઈ જાય છે. મર્લીનું કહેવું છે કે આ બધા માટે પુરુષો મને મોંમાગી કિંમત આપવા તૈયાર હોય તો જ હું એ કરું છું. કેટલાક પુરુષો તો મોંઘી ગિફ્ટો લાવીને પણ ધરતા હોય છે.