વારાણસીના આ વકીલ સંસ્કૃતમાં કેસ લડે છે

27 July, 2024 11:29 AM IST  |  Kashi | Gujarati Mid-day Correspondent

ઘણી વાર ઍડ્વોકેટ આચાર્ય શ્યામજીની કેસની સુનાવણી દરમ્યાન જજે ટ્રાન્સલેટર રાખવો પડે છે.

વારાણસીના સિનિયર ઍડ્વોકેટ આચાર્ય શ્યામજી ઉપાધ્યાય

ભારતની લોઅર કોર્ટમાં હિન્દી અથવા સ્થાનિક ભાષાનો પ્રયોગ સામાન્ય છે. જોકે મહાદેવની નગરી કાશીમાં એક એવા અનોખા વકીલ છે જેઓ કોર્ટરૂમમાં માત્ર સંસ્કૃતમાં જ તેમની દલીલો પેશ કરે છે અને એ પણ આજકાલથી નહીં, ૪૬ વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. વારાણસીના સિનિયર ઍડ્વોકેટ આચાર્ય શ્યામજી ઉપાધ્યાય સંસ્કૃતમાં દલીલો કરે છે અને અત્યાર સુધીમાં એકેય કેસમાં તેમને હાર નથી મળી. ઘણી વાર ઍડ્વોકેટ આચાર્ય શ્યામજીની કેસની સુનાવણી દરમ્યાન જજે ટ્રાન્સલેટર રાખવો પડે છે. મિરઝાપુરમાં જન્મેલા આ વકીલસાહેબે ૧૯૭૮થી  કોર્ટમાં પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી.

Kashi uttar pradesh offbeat news national news culture news