09 April, 2023 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૨ વર્ષના ‘મિની હલ્ક’ને મળો
સઘન તાલીમ વ્યવસ્થાને પગલે તૈયાર થયેલો આ ટબૂકડો બૉડી-બિલ્ડર ‘મિની હલ્ક’ તરીકે ઓળખાય છે. તેના પ્રશિક્ષણને કારણે તે મોટા ભાગના પુખ્ત વયના રમતવીરોને પાછળ છોડી દેવા સક્ષમ છે.
કોઝિન્હો નેટો નામનો બ્રાઝિલના સાલ્વાડોરનો ૧૨ વર્ષનો આ ટાબરિયો સવારે ૫.૩૦ વાગ્યે તેની દિનચર્યા શરૂ કરે છે, જેમાં ત્રણ માઇલ સુધીની દોડ અને સીટ-અપ્સ પણ સામેલ છે. ત્યાર બાદ તે નાસ્તો કરીને સ્કૂલ જવા રવાના થાય છે. ઘરે આવીને સ્કૂલનું હોમવર્ક પૂરું કર્યા પછી તેના વર્કઆઉટનો બીજો રાઉન્ડ શરૂ થાય છે, જેમાં લગભગ અઢી કલાક જેટલો સમય ક્રોસફિટ વેઇટ ટ્રેઇનિંગ લે છે.
પોતાના વજન કરતાં ત્રણ ગણું વજન ઊંચકવાની ક્ષમતા ધરાવતો કોઝિન્હો નેટો ૨૦૨૧માં તેના પપ્પા કાર્લોસ પિટન્ગા ફિલ્હો
સાથે પહેલી વાર જિમ ગયો ત્યાર બાદ તેને વર્કઆઉટની લગની
લાગી હતી. ઇન્સ્ટાગ્રામ પર
કોઝિન્હો નેટોના ૨,૬૫,૦૦૦ ફૉલોઅર્સ છે અને તે ટોચના વેઇટલિફ્ટર્સમાં સ્થાન અંકે કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.