હવે રોબો પણ પેઇન્ટિંગ બનાવવા લાગ્યા પહેલું ચિત્ર વેચાયું ૯.૧૧ કરોડમાં

11 November, 2024 02:19 PM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

બર્મિંગહૅમ યુનિવર્સિટીના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞો દ્વારા એ-દા નામની હ્યુમનૉઇડ બનાવવામાં આવી છે. ૨૦૨૨ની સાલથી આ રોબોને પેઇન્ટિંગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ AI દ્વારા સંચાલિત હ્યુમનૉઇડ રોબો પાસે હવે જાતજાતનાં કામો કરાવવામાં આવી રહ્યાં છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ AI દ્વારા સંચાલિત હ્યુમનૉઇડ રોબો પાસે હવે જાતજાતનાં કામો કરાવવામાં આવી રહ્યાં છે. બર્મિંગહૅમ યુનિવર્સિટીના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશેષજ્ઞો દ્વારા એ-દા નામની હ્યુમનૉઇડ બનાવવામાં આવી છે. ૨૦૨૨ની સાલથી આ રોબોને પેઇન્ટિંગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે.  જોકે તેણે કમ્પ્યુટર વિજ્ઞાનના પિતા અને ગણિતજ્ઞ એવા અલેન મૅથિસન ટ્યુરિંગનું પેઇન્ટિંગ બનાવ્યું છે એ ઑક્શનમાં મુકાયું છે. ગયા અઠવાડિયે ન્યુ યૉર્કમાં યોજાયેલી લિલામીમાં વેચાવા મુકાયું ત્યારે એની કિંમત અંદાજે ૧.૯ કરોડ રૂપિયા જેટલી ઊપજે એવો અંદાજ હતો. જોકે આ પેઇન્ટિંગ ૯.૧૧ કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ ચિત્રનું ટાઇટલ છે AI ગૉડ.

england birmingham ai artificial intelligence robot new york international news news offbeat news