12 October, 2024 01:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક
હમણાં-હમણાંથી કામના વધુ પડતા ભારની બહુ ચર્ચા ચાલી છે. એ સ્થિતિમાં શૉપિંગ સાઇટ મીશોએ કર્મચારીઓને ૯ દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. સત્તાવાર લિન્કડઇન અકાઉન્ટમાં કંપનીએ કહ્યું છે ૨૬ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધીના ૯ દિવસ મીશોના તમામ કર્મચારીઓ માટે રજા હશે. આ દિવસોમાં કોઈ કર્મચારીએ ‘નો લૅપટૉપ, મીટિંગ, ઈ-મેઇલ, મેસેજ પૉલિસી’નું પાલન કરવાનું છે. કંપનીએ આ રજાઓને ‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક ગણાવ્યો છે. આ પોસ્ટને કારણે લોકોમાં એક પ્રકારની સકારાત્મકતા જોવા મળી છે. દિવાળીના તહેવારોમાં ઑનલાઇન શૉપિંગનું પ્રમાણ ઘણું વધી જાય છે ત્યારે વ્યાવસાયિકો, દુકાનદારો, ડિલિવરી-બૉય સહિતના લોકોને રાતદિવસ જોયા વિના કામ કરવું પડે છે. કેટલાક તો પરિવાર સાથે તહેવાર પણ માણી શકતા નથી. આવી પરિસ્થિતિમાં શૉપિંગ સાઇટે ૯ દિવસની રજાનો નિર્ણય લીધો છે એને કર્મચારીઓએ ‘ગ્રીન ફ્લૅગ’ કહ્યો છે.