17 October, 2024 03:12 PM IST | Meerut | Gujarati Mid-day Correspondent
મેરઠના બે પાડા
મેરઠના સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીમાં પશુમેળો શરૂ થયો છે. મેળામાં જાતજાતનાં ગાય-ભેંસ સહિતનાં પશુ આવ્યાં છે, પણ બે પાડાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક પાડાની કિંમત ૧૦ કરોડ અને બીજાની ૯ કરોડ રૂપિયા છે. ૧૦ કરોડના પાડાનું નામ ગોલુ-2 અને ૯ કરોડના પાડાનું નામ વિધાયક છે. ગોલુ-2 અને વિધાયકે વીર્યને કારણે ખાસ ઓળખ ઊભી કરી છે. બન્ને પાડાનો ખોરાક જાણવા જેવો છે. બન્નેને રોજ બદામ, પાંચ કિલો સફરજન, ૧૦ લીટર દૂધ, ૧૫ કિલો ફીડ, બે ડઝન કેળાં, પાંચ કિલો દાણા અને ૩૦ કિલો ચારો અપાય છે. બન્નેની સંભાળ રાખવા માટે પાંચ નોકર રખાયા છે. આ બન્ને પાડાની સંભાળ રાખતા ખેડૂત નરેન્દ્રને ૨૦૧૯માં પશુપાલન ક્ષેત્રે પદ્મશ્રી મળ્યો છે. નરેન્દ્રભાઈ દર મહિને લાખો રૂપિયામાં પાડાનું વીર્ય વેચે છે.