બ્રેઇન ડેડ ગણાવીને જેનું હાર્ટ કાઢી લેવાનું હતું તે તો જીવતો નીકળ્યો

20 October, 2024 10:54 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

થોમસનું હૃદય કાઢવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ તે સળવળાટ કરવા લાગ્યો અને રડવા માંડયો

થૉમસ ટી. જે.ને કેન્ટકીની

અમેરિકામાં ૨૦૨૧માં એક ઘટના બની હતી જેનો ઘટસ્ફોટ અત્યારે થયો છે. ૨૦૨૧ના ઑક્ટોબરમાં ડ્રગ્સનો ઓવરડોઝ લેવાથી બેભાન થઈ ગયેલા થૉમસ ટી. જે.ને કેન્ટકીની બૅપ્ટિસ્ટ હેલ્થ રિચમન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ પછી તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો અને તેનાં અંગો બીજા લોકો માટે વપરાશે કે નહીં એની ચકાસણી કર્યા પછી તેને ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો. હૉસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કેન્ટકી ઑર્ગન ડોનર એફિલિએટ્સ (કોડા)ને જાણ કરી. ટીમ તપાસવા માટે આવી ત્યારે થોમસની બહેન અને કોડાની ભૂતપૂર્વ કર્મચારી પણ સાથે હતી. થોમસનું હૃદય કાઢવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ તે સળવળાટ કરવા લાગ્યો અને રડવા માંડયો. એ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. જોકે આ કોઈ ચમત્કાર નહોતો. થોમસ જીવતો હતો છતાં હોસ્પિટલનો સ્ટાફ તેને બ્રેઈન ડેડ ગણાવીને તેનું હૃદય કાઢી લેવાની પેરવીમાં હતો. એટલે તેને બેભાન કરી દેવામાં આવ્યો હતો. જોકે કોડાએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ રદ કરી દીધું હતું અને આ ગેરરીતિને કારણે હોસ્પિટલના કર્મચારીઓએ નોકરી છોડવી પડી હતી. કેન્ટકીના સ્ટેટ ઍટર્ની જનરલ, ફેડરલ હેલ્થ રિસોર્સ ઍન્ડ સર્વિસ ઍડ્મિનિસ્ટ્રેશન આરોપોની તપાસ કરી રહ્યા છે.

united states of america offbeat news international news world news