પીત્ઝા ખાવા લંડનથી ફ્લાઇટમાં મિલાન ગયો, છતાં ડૉમિનોઝ કરતાં એ સસ્તું પડ્યું

03 February, 2023 12:24 PM IST  |  Milan | Gujarati Mid-day Correspondent

ટિકટૉકરે દાવો કર્યો કે આ પ્રવાસમાં મને જે ખર્ચ થયો એ લંડનમાં મળતા ડૉમિનોઝના મીડિયમ સાઇઝના પીત્ઝાની કિંમત ૧૯.૯૯ પાઉન્ડ (લગભગ ૨૦૨૪ રૂપિયા) કરતાં ઓછો હતો.

કેલમ રાયન

ટિકટૉક વિડિયો પર પોતાને આપેલી ચૅલેન્જ પૂરી કરવા કેલમ રાયન નામનો કન્ટેન્ટ ક્રીએટર લંડનથી ફ્લાઇટમાં ઇટલી પહોંચ્યો અને ત્યાં પીત્ઝા ખાધા. ટિકટૉકરે દાવો કર્યો કે આ પ્રવાસમાં મને જે ખર્ચ થયો એ લંડનમાં મળતા ડૉમિનોઝના મીડિયમ સાઇઝના પીત્ઝાની કિંમત ૧૯.૯૯ પાઉન્ડ (લગભગ ૨૦૨૪ રૂપિયા) કરતાં ઓછો હતો.

મિલાન માટે છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરાવ્યાના, ત્યાર બાદ લોકલ હબમાં પીત્ઝાના ગણીને તેને ૧૭.૭૨ પાઉન્ડ (લગભગ ૧૭૯૪ રૂપિયા)નો ખર્ચ થયો હોવાનું કેલમ રાયને જણાવ્યું છે. 
કેલમ રાયન પોતે ચૅલેન્જ પૂરી કર્યાનો આનંદ માણી રહ્યો છે ત્યારે ટિકટૉક પર લોકો તેની ચૅલેન્જમાં ખર્ચનું પૂરું વિવરણ સામેલ ન કરાયું હોવાનું જણાવી રહ્યા છે, જેમાં તેની રિટર્ન ફ્લાઇટનો ખર્ચ, ઍરપોર્ટ જવા-આવવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થયો નથી. ટિકટૉક યુઝર કેલમ રાયને જણાવ્યું કે ​મારું સ્વાગત પ્રોસેકોનો ગ્લાસ અને પેસ્ટો ઍન્ટિપેસ્ટીથી કરવામાં આવ્યું હતું, જેનો મેં કોઈ ચાર્જ ચૂકવ્યો નહોતો. 

અન્ય ટિકટૉકર યુઝર્સે ખર્ચની ગણતરી કરાવતાં કહ્યું કે તેણે મિલાનથી પાછા ફરવાની ટિકિટનો ખર્ચ નથી ઉમેર્યો. વધુમાં લંડનમાં પોતાના ઘરથી ઍરપોર્ટ જવા અને પાછા ફરવાના તેમ જ મિલાન ઍરપોર્ટથી મિલાન સિટી સેન્ટરના બન્ને તરફના પ્રવાસનો ખર્ચ નથી ગણાવ્યો.

offbeat news viral videos milan italy london international news tiktok