ટેલર સ્વિફ્ટની સિગ્નેચર કરેલી ગિટાર ૩.૩ લાખ રૂપિયામાં ખરીદી અને પછી તોડી નાખી

02 October, 2024 01:49 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટની સિગ્નેચર માટે તેના લાખો-કરોડો પ્રશંસકો ગમે તે કરી નાખે અને ભૂલેચૂકે જો સિગ્નેચર મળી જાય તો જીવની જેમ સાચવે, પરંતુ અમેરિકામાં એક માણસે કલ્પના જ ન થાય એવું કર્યું.

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટની સિગ્નેચર માટે તેના લાખો-કરોડો પ્રશંસકો ગમે તે કરી નાખે અને ભૂલેચૂકે જો સિગ્નેચર મળી જાય તો જીવની જેમ સાચવે, પરંતુ અમેરિકામાં એક માણસે કલ્પના જ ન થાય એવું કર્યું. નીલામીના એક કાર્યક્રમમાં આધેડ વયના એક માણસે ટેલર સ્વિફ્ટની સિગ્નેચરવાળી ગિટાર ૪૦૦૦ ડૉલર એટલે કે ૩.૩ લાખ રૂપિયા ખર્ચીને ખરીદી લીધી. એ માણસને ગિટાર લેવા બોલાવાયા ત્યારે તેમણે હથોડા મારી-મારીને ગિટાર તોડી નાખી. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હૅરિસને ટેકો આપનારી સિંગરના આવા વિચિત્ર ચાહકનો વિડિયો ૩૦ સપ્ટેમ્બરે જ સોશ્યલ મીડિયામાં આવ્યો હતો.

america taylor swift international news social media offbeat news