ભારે બાઇક શરીર પરથી બે મિનિટમાં ૩૭૬ વખત પસાર કરવાનો રેકૉર્ડ કર્યો

02 April, 2024 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર આ સંદર્ભના વિડિયોને ગઈ કાલ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા હતા.

વાઇરલ વિડિયોની તસવીર

થાણેમાં રહેતા પંડિત દયાગુડના નામે અનોખો વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો છે. તેણે પોતાના શરીર પરથી બે-પાંચ વાર નહીં, ૩૭૬ વખત બાઇક પસાર કરાવીને વિક્રમ સરજ્યો છે અને આ બાઇક પણ પાછી હલકીફૂલકી નહીં; બુલેટ, હાર્લી જેવી ભારેખમ ગણાતી ૬ બાઇક્સનો ઉપયોગ આ સાહસ માટે કરવામાં આવ્યો હતો. આ બાઇક્સ માત્ર એક કલાક બે મિનિટમાં ૩૭૬ વખત તેના પેટ પરથી પસાર થઈ હતી. આવા સાહસને કારણે જ દયાગુડે લોઢાનું પેટ ધરાવે છે એવું તેમને માટે કહેવાય છે. રસપ્રદ વાત એ છે કે દયાગુડેએ પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડીને નવો રેકૉર્ડ રચ્યો છે. અગાઉ તેણે ૧૨૧ વખત પેટ પરથી બાઇક પસાર કરાવી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે તેમના વિક્રમને માન્યતા આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ સંદર્ભના વિડિયોને ગઈ કાલ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા હતા.

offbeat videos offbeat news thane