પાકિસ્તાની વ્યક્તિએ પીઠ પર ગધેડો બેસાડ્યો

23 November, 2022 11:55 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

આ ફની વિડિયોને @HasnaZarooriHai ટ્વિટર હૅન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે

મીડિયા પર વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પીઠ પર ગધેડાને બેસાડતો જોવા મળ્યો હતો.

ગધેડાનો ઉપયોગ સામાન્ય રીતે સામાન લઈ જવા માટે કરવામાં આવે છે. જોકે સોશ્યલ મીડિયા પર અત્યારે એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પીઠ પર ગધેડાને બેસાડતો જોવા મળ્યો હતો.

ટ્વિટર પર વાઇરલ થઈ રહેલા આ મજેદાર વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક બસ પાસે સીડી મૂકવામાં આવી છે અને એના પર એક વ્યક્તિ પોતાની પીઠ પર બૅગની જેમ ગધેડાને મૂકીને ચડી રહ્યો છે. બસની છત પર ચડીને આ વ્યક્તિ એને પીઠ પરથી ઉતારી દે છે.

આ વિડિયો પાકિસ્તાનના કોઈ બસ-સ્ટૅન્ડનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફની વિડિયોને @HasnaZarooriHai ટ્વિટર હૅન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે. એની સાથે લખવામાં આવ્યું છે, ‘ગધેડાની ઉપર માણસ બેસેલો હોવાની કહેવત તમે સાંભળી હશે, હવે વ્યક્તિની ઉપર ગધેડો બેસેલો જુઓ. પાકિસ્તાનમાં બધું જ શક્ય છે.’

offbeat news international news viral videos pakistan lahore