ટૂ-વ્હીલર પર ૬ જણને બેસાડવા કરાયેલા દેશી જુગાડથી નેટિઝન્સ સરપ્રાઇઝ થયા

20 February, 2023 12:19 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિ ટૂ-વ્હીલર પર પ્રવાસ કરી રહ્યો છે. ટૂ-વ્હીલર પર તેણે પોતાના ૬ જણના પરિવારને પણ બેસાડ્યો છે. 

ટૂ-વ્હીલર પર ૬ જણને બેસાડવા કરાયેલા દેશી જુગાડથી નેટિઝન્સ સરપ્રાઇઝ થયા

ભારતીયો ધાર્યું કામ પાર પાડવા માટે એડીચોટીનું જોર લગાવીને કાંઈ પણ તિકડમબાજી કરવામાં માહેર હોય છે. સીધીસાદી ભાષામાં આપણે આને ‘જુગાડ’ કહીએ છીએ. વળી એ માટે ગર્વ પણ અનુભવીએ છીએ. સોશ્યલ મીડિયા પર આવા જુગાડની વાતો અને વિડિયો શૅર કરવામાં આવતાં હોય છે તથા એને સારો પ્રતિસાદ પણ મળે છે. 

તાજેતરમાં એક આવા જુગાડના વિડિયોએ નેટિઝન્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં એક વ્યક્તિ ટૂ-વ્હીલર પર પ્રવાસ કરી રહ્યો છે. ટૂ-વ્હીલર પર તેણે પોતાના ૬ જણના પરિવારને પણ બેસાડ્યો છે. 

એ. એસ. અરવિંદ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામના મીમ પેજ પર અપલોડ કરાયેલા આ વિડિયોમાં ટૂ-વ્હીલરની બન્ને બાજુએ લાકડાનું એક પાટિયું અટેચ કરવામાં આવ્યું છે, જેના પર તેનો પરિવાર બેઠો છે. 

વળી એક મહિલા ટૂ-વ્હીલરની પાછળની સીટ પર પણ બેઠેલી જોઈ શકાય છે. જોકે ટ્વિટર પર આ વિડિયો સૌપ્રથમ તફસીર નામના યુઝરે શૅર કર્યો હતો.

offbeat news national news uttar pradesh lucknow