17 April, 2023 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૪ વર્ષના અંકિત ઝાનો બાયો
ઘણા લોકો આજકાલ ડેટિંગ ઍપનો ઉપયોગ કરતા હોય છે. વળી ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મમાં બાયોમાં તમારે જાત વિશે લખવાનું હોય છે જેમાં તમારી પસંદ, નાપસંદ, શોખ, ઉંમર અને તમે સામેની વ્યક્તિમાં શું શોધી રહ્યા છો જેવી વસ્તુઓ લખવાની હોય છે. જોકે એક વ્યક્તિએ એમાં પોતાની શૈક્ષણિક માહિતીઓ આપી દીધી હતી.
ટ્વિટર પર ઇન્ડિયન ચેન નામક પેજમાં આવો જ એક ઍપનો સ્ક્રીન શૉટ શૅર કરવામાં આવ્યો છે, જેમાં ૨૪ વર્ષના અંકિત ઝાનો બાયો છે. પોતાની પસંદ-નાપસંદ લખવાને બદલે અંકિતે પોતાની શૈક્ષણિક લાયકાતો લખી હતી જેમાં તેણે ધોરણ ૧૦માં અને ૧૨માં મેળવેલા ટકા, જેઈઈ મેઇન્સ અને ઍડ્વાન્સ રૅન્ક વગેરેની માહિતી પણ અંકિતે આપી હતી.
અંકિતના બાયો મુજબ એ આઇઆઇટી મુંબઈમાંથી સ્નાતક થયો છે તેમ જ હાલમાં ઇન્ફોસિસમાં કામ કરે છે. ઘણા લોકોએ સોશ્યલ મીડિયામાં આ પોસ્ટને લઈને જાતજાતનાં રીઍક્શન આપ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે કંઈક ગરબડ થઈ છે. આ કોઈ ડેટિંગ ઍપની નહીં પણ નોકરી શોધવા માટે જરૂરી લિન્ક્ડઇન પ્રોફાઇલ હોય એવું લાગે છે.