29 February, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયોની તસવીર
આજે મોટા ભાગના લોકો તેમના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ વધારવા માગે છે. મોટા ભાગની કંપનીઓ કે સામાન્ય વ્યક્તિ પણ પોતાના ક્યુઆર કોડ બનાવીને શૅર કરતા હોય છે જેથી અન્ય યુઝર્સ તરત જ એને સ્કૅન કરીને તેમના ઇન્સ્ટા અકાઉન્ટ સુધી પહોંચી જાય. જોકે એક વ્યક્તિએ તો તેના કપાળ પર ક્યુઆર કોડનું ટૅટૂ કરાવ્યું હતું જે લોકોને સીધા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લઈ જાય છે! આ વિડિયો ખૂબ વાઇરલ થયો હતો. વિડિયોમાં આખી ટૅટૂ-પ્રોસેસ જોવા મળે છે. શરૂઆતમાં જોનારાને આશ્ચર્ય થાય છે કે આ શેનો ક્યુઆર કોડ છે અને શા માટે તે પોતાના ફોરહેડ પર ચિતરાવી રહ્યો છે? જોકે ટૅટૂ આર્ટિસ્ટ પેલા વ્યક્તિના કપાળ પર ક્યુઆર કોડ સ્કૅન કરે છે અને તેનું ઇન્સ્ટાગ્રામ ખૂલે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ૧.૭ મિલ્યન વ્યુઝ મળી ચૂક્યા છે.