સ્મોકિંગ છોડવાની અનોખી રીત

01 May, 2023 11:35 AM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

બાઇકર દ્વારા પહેરવામાં આવતી હેલ્મેટમાંથી પ્રેરણા લીધી

તાંબાના ૧૩૦ ફુટના તારમાંથી એક પાંજરા જેવું બનાવ્યું

તમાકુની લત છોડવી અઘરી છે. ટર્કીમાં રહેતા એક વ્યક્તિએ આ લત છોડવા પોતાના માટે એક હેલ્મેટ જેવું પાંજરું બનાવ્યું હતું. વિચિત્ર ઉપાય લાગે છે પણ એ વ્યક્તિ માટે આ કારગર હતું. ટર્કીના કુતાહ્યા શહેરમાં રહેતા ઇબ્રાહિમ યુસેલના પપ્પાનું મરણ ફેફસાના કૅન્સરને કારણે થયા બાદ તેણે સ્મોકિંગ છોડવાનું નક્કી કર્યું હતું. જોકે ધૂમ્રપાનની આદત છોડવી સહેલી નહોતી. તેથી તેણે નક્કી કર્યું કે એવું કંઈક કરું જેનાથી સિગારેટ મોંમાં મૂકવી પણ અશક્ય બની જાય. બાઇકર દ્વારા પહેરવામાં આવતી હેલ્મેટમાંથી પ્રેરણા લઈ તેણે તાંબાના ૧૩૦ ફુટના તારમાંથી એક પાંજરા જેવું બનાવ્યું, જેને બહારથી તાળું મારી શકાય. તેણે એની ચાવી તેના પરિવારને આપી દીધી. ઇબ્રાહિમ રોજના સિગારેટનાં બે પૅકેટ પી જતો. પરંતુ થોડા સમયમાં તે એક પણ સિગારેટ વગર રહેતાં શીખી ગયો. સૂતી વખતે તે આ પાંજરું કાઢતો હતો કે નહીં એ ​વિશે જાણી શકાયું નથી પરંતુ તે કામ પર જતો ત્યારે પાંજરું પહેરતો હતો તથા એની ચાવી પત્ની અને બાળકોને આપીને જતો હતો. 

offbeat news international news turkey