17 August, 2024 05:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પૂછ્યા વિના પિયર જવાની સજા, પતિએ પોલીસ-સ્ટેશનના દરવાજે તલાક આપ્યા
ઉત્તર પ્રદેશમાં એવી ઘટના બની જેનો ઉત્તર કદાચ આખા પ્રદેશમાં કોઈની પાસે નહીં હોય. મુરાદાબાદમાં એક યુવાન પત્ની ફિઝાને પોલીસ-સ્ટેશન લઈ ગયો. દરવાજા પાસે ઊભી રાખીને વિડિયો બનાવડાવ્યો અને પછી પોલીસ-સ્ટેશન સામે પત્નીને તલાક આપી દીધા. તલાક આપવાનું કારણ એ જ કે પત્ની તેને પૂછ્યા વિના પિયર જતી રહી હતી. ગામલોકોએ પતિને બહુ સમજાવ્યો પણ તે ન માન્યો. મુરાદાબાદ પોલીસને વિડિયો વાઇરલ થતાં માહિતી મળી છે, પરંતુ હજી સુધી કોઈએ ફરિયાદ નોંધાવી નથી એટલે વિડિયોના આધારે બન્નેની શોધખોળ કરી રહી છે.