13 September, 2024 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ભાઈએ બાઇકનો બર્થ-ડે મનાવીને બાઇક પાસે કેક પણ કપાવી
જો કોઈ પ્રિયજનનો જન્મદિવસ હોય તો આપણે કેક કાપીએ છીએ તો જાનથી પણ પ્યારી બાઇકનો જન્મદિવસ હોય તો એમાં પણ બર્થ-ડે સેલિબ્રેશન કરવું જ પડેને? સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયોમાં એક ભાઈ ખરેખર પોતાની બાઇકનો બર્થ-ડે મનાવતા જોવા મળે છે. બાઇકના આગળના ટાયર પાસે તેણે છરી ભરાવી. એક માણસ ટાયર પાસે કેક લઈને ઊભો રહે છે અને બીજો માણસ ટાયરને આગળ-પાછળ કરે છે જેથી કેક કટ થઈ જાય. લો કર લો બાત! સાડાછ લાખથી વધુ વાર જોવાઈ ચૂકેલા આ વિડિયો પર કોઈકે મસ્ત કમેન્ટ કરી છે કે આ તો ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’ના ભીડેભાઈના સખારામનો બર્થ-ડે લાગે છે.