બુક ૩૨ રૂપિયામાં ખરીદી અને ૧૧.૩૧ લાખમાં વેચાઈ

15 July, 2023 10:56 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ બુકની ફર્સ્ટ એડિશનમાં માત્ર ૫૦૦ કૉપી પબ્લિશ કરવામાં આવી હતી.

બુક ૩૨ રૂપિયામાં ખરીદી અને ૧૧.૩૧ લાખમાં વેચાઈ

‘હૅરી પૉટર ઍન્ડ ધ ફિલોસૉફર્સ સ્ટોન’ બુકની એક રૅર હાર્ડબુક કૉપી એક ઑક્શનમાં ૧૦,૫૦૦ પાઉન્ડ (૧૧.૩૧ લાખ રૂપિયા)માં વેચાઈ હતી. મજેદાર વાત એ છે કે એ બુક માત્ર ૩૦ પેન્સ (૩૨ રૂપિયા)માં જ ખરીદાઈ હતી. આ બુકને ૧૯૯૭માં બ્લૂમ્સબેરી દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી. આ બુકની ફર્સ્ટ એડિશનમાં માત્ર ૫૦૦ કૉપી પબ્લિશ કરવામાં આવી હતી. આ નૉવેલને સ્ટૅફર્ડશરના એક વ્યક્તિએ માત્ર ૩૦ પેન્સમાં ખરીદી હતી. જોકે ૧૯૯૭માં જ બાયરનું મોત થયું એ પછી રિચર્ડ વિન્ટરટન નામની વ્યક્તિએ તેના સામાનનાં સેંકડો બૉક્સમાંથી આ બુક શોધી કાઢી હતી, એ પછી તેણે આ બુકનું ઑક્શન કર્યું હતું.

harry potter international news london