12 January, 2025 04:36 PM IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૯માં બનેલી એક ઘટનામાં મલેશિયાની કોર્ટે બે ડૉક્ટરોને બેદરકારી દાખવવા બદલ ૧૧.૪૨ કરોડ રૂપિયાનું વળતર દરદીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો છે. એ ઘટનામાં ૩૬ વર્ષની પુનિતા મોહન નામની મહિલાનું મૃત્યુ થયું હતું. પુનિતાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો અને એ પછી તેની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. તેને ખૂબ રક્તસ્રાવ થયો હતો અને એ વખતે ડ્યુટી પરના બે ડૉક્ટરો તેને એકલી મૂકીને ડ્રિન્ક્સ માટે જતા રહ્યા હતા. ડૉક્ટરોએ બેદરકારી દાખવતાં ખૂબ લોહી વહી જવાને કારણે પુનિતાનું મૃત્યુ થયું હતું અને એ માટે મલેશિયન હાઈ કોર્ટે મેડિકલ નેગ્લિજન્સ ગણીને ડૉક્ટરોને દોષી ગણાવી કોર્ટે વળતર આપવાનો ચુકાદો આપ્યો છે.