MakeMyTrip Viral: કેસા લગા મેરા મજાક, ભાઈએ હૉટલ બૂક કરાવી, ત્યાં જઈને જોયું તો...

12 February, 2024 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

MakeMyTrip Viral: એક ભાઈએ જે હોટલ બૂક કરાવી હતી તે સ્થળ પર જઈને જોયું તો તે જગ્યા હજુ તો બાંધકામ હેઠળ હતી.

ઓનલાઈન બુકિંગ કરતા વ્યક્તિની પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર વારંવાર એવી સ્ટોરી વાયરલ (MakeMyTrip Viral) થતી રહે છે કે જે જોઈને આપણને હસવું આવી જાય. તાજેતરમાં જ અમિત ચાંસીકરે નામના એક ભાઈએ MakeMyTrip પરથી OYO હોટેલ બૂક કરાવી હતી. પણ તેની સાથે જે મજાક થઈ તે તો ખરેખર આપણને પણ હસતાં રોકી ન્ શકે. 

વાત એમ છે કે આ ભાઈએ જ્યારે હોટલ બૂક કરાવી હતી ત્યારે સ્વભાવીક છે કે તેઓને આરામદાયક જગ્યાની અપેક્ષા હતી. જો કે, હોટેલમાં તેના આગમન પછી તેને આઘાત લાગ્યો હતો. જ્યારે આ ભાઈએ જે હોટલ બૂક કરાવી હતી તે સ્થળ પર જઈને જોયું તો તે જગ્યા હજુ તો બાંધકામ હેઠળ હતી. હા, હજી તો આ હોટલ બંધાઈ પણ નહોતી. 

આ ભાઈએ આ કિસ્સો (MakeMyTrip Viral) એક્સ પર પોસ્ટ કર્યો હતો. અને ત્યારબાદ તે મોટા પ્રમાણમાં વાયરલ થયું. અસંખ્ય લોકો પાસેથી આ પોસ્ટને અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, મેક માય ટ્રીપ અને ઓયો રૂમના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ એક ટિપ્પણી શૅર કરવામાં આવી છે.

આ ભાઈ બેંગલુરુમાં તેની પ્રી-બુક કરેલી હોટેલની જગ્યાએ પહોંચ્યો હતો. પણ, ગજબ તો ત્યારે થયો જ્યારે એ ભાઈ આ હોટલની જગ્યાએ પહોંચ્યો તો હોટલ હજી બની રહી હતી. 

આ ભાઈએ નિરાશ થઈને મૂકી એક્સ પોસ્ટ 

આ ભાઈએ તાજેતરમાં જ એક્સ પર જે રીતે તેણે નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કર્યો તે વિષે વિગતવાર જાણ કરતાં કિસ્સો (MakeMyTrip Viral)  શૅર કર્યો હતો. એક્સ પ્લેટફોર્મ પર જઈને ડિજિટલ માર્કેટર તરીકે કાર્યરત એવા અમિત ચાંસીકરે ખુલાસો કર્યો કે તેણે MakeMyTrip દ્વારા ઓયો હોટલનો એક રૂમ બુક કર્યો હતો. જોકે, હોટલના સ્થાન પર પહોંચ્યા પછી તેને સમજાયું કે તે રિનોવેશન હેઠળ છે અને ત્યાં કોઈ હાજર નથી. વળી, પડતાં પર પાટુ મરાય એમ રિફંડમાંથી એક રકમ પણ કાપવામાં આવી હતી.

ટ્વિટ વાયરલ થયા બાદ આવી રહી છે અનેક પ્રતિક્રિયાઓ, મેક માય ટ્રીપે માંગી માફી 

તમને જણાવી દઈએ કે આ ભાઇનું ટ્વીટ (MakeMyTrip Viral) વાયરલ થયા બાદ MakeMyTrip પણ આ પોસ્ટ પર ધ્યાન આપતું જોવા મળ્યું હતું. વળી, MakeMyTrip દ્વારા આ કિસ્સા અંગે માફી પણ માંગવામાં આવી હતી. MakeMyTrip  દ્વારા લખવામાં આવ્યું હતું કે, ``હાય અમિત, તમે અમારી સાથેના અનુભવ માટે અમે ખરેખર દિલગીર છીએ. અમારો પ્રયાસ હંમેશા અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવાનો રહ્યો છે. અમારી ટેલિફોન વાતચીત મુજબ રિફંડની પ્રક્રિયા ચુકવણીના સમાન મોડમાં થાય છે. કૃપયા રિફંડની વિગતો તપાસો.`` ઓયોએ પણ આ પરિસ્થિતિમાં ધ્યાન આપતા જણાવ્યું હતું કે, “અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ.”

offbeat news twitter bengaluru india