24 December, 2024 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શંભુરાજ દેસાઈનું સાતારામાં સમર્થકોએ બુલડોઝરોમાંથી ફૂલોનો વરસાદ વરસાવીને જોરદાર સ્વાગત કર્યું
મહાયુતિ સરકારના ટૂરિઝમ મિનિસ્ટર શંભુરાજ દેસાઈ પ્રધાન બન્યા બાદ ગઈ કાલે પહેલી વખત તેમના સાતારા જિલ્લાના કરાડ મતદારસંઘમાં ગયા હતા. પ્રધાનનો કારનો કાફલો કરાડ પહોંચ્યો ત્યારે તેમના સમર્થકોએ બુલડોઝરોમાંથી ફૂલોનો વરસાદ વરસાવીને તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.