17 March, 2023 04:41 PM IST | London | Gujarati Mid-day Correspondent
શૉપિંગ બાસ્કેટની કિંમત ૮૬ લાખ રૂપિયા!
સામાન્ય રીતે લક્ઝરી ફૅશન આઇટમ્સ વિચિત્ર હોય છે અને એની કિંમત પણ ઘણી વાર માન્યામાં ન આવે એવી હોય છે. ફારફેચ સાઇટ પર લિસ્ટેડ કરાયેલી એક શૉપિંગ બાસ્કેટની કિંમત ૧,૦૪,૬૬૩ ડૉલર (લગભગ ૮૬ લાખ રૂપિયા) આંકવામાં આવી છે.
ચૅનલે પોતાના એડબ્લ્યુ૧૪ (ઑટમ/વિન્ટર ૨૦૧૪) યાદગાર કલેક્શનને વેચાણ પ્રદર્શિત કરવા માટે પોતાની સુપરમાર્કેટ બનાવી છે. આ ચૅનલના ભાગરૂપ એક બાસ્કેટ બૅગ રજૂ કરવામાં આવી છે. સાઇટ પર બૅગનું વર્ણન કરતાં જણાવાયું છે કે આ શૉપિંગ બાસ્કેટ સિગ્નેચર લેધર અને ચેઇન-લિન્ક સ્ટ્રૅપથી વીંટળાયેલી છે.
આ પણ વાંચો: પોતાની જાત સાથે લગ્નના ૨૪ કલાકમાં ડિવૉર્સ માટે કાર્યવાહી શરૂ કરી
ઑટમ/વિન્ટર ૨૦૧૪ ઍક્સેસરીઝ કલેક્શનના ભાગરૂપે રજૂ કરાયેલી આ શૉપિંગ બાસ્કેટ લૉન્ચ કરવામાં આવી છે. બ્રાસથી બનાવાયેલી આ બૅગ પ્રાણીની ચામડીથી કવર કરવામાં આવી છે.
આ પોસ્ટ પર નેટિઝન્સે વિવિધ કમેન્ટ્સ કરી છે, જેમાં મોટા ભાગે બાસ્કેટની ઊંચી કિંમત પર ટિપ્પણી કરવામાં આવી છે.