દસ લાખમાં એક કિસ્સોઃ અમેરિકાની મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો, જેમાં બે જોડી આઇડેન્ટિકલ ટ્‍વિન્સ છે

06 January, 2025 04:01 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના લુઇઝિયાનામાં ફારા અને પેટોન લૅરી નામના કપલને ઑલરેડી એક દીકરો હતો અને બીજી વાર અનપ્લાન્ડ પ્રેગ્નન્સી રહી ગઈ ત્યારે તેમને હતું કે દીકરી આવે તો ફૅમિલી કમ્પ્લીટ થઈ જાય.

ફારા અને પેટોન લૅરી નામના કપલને ચાર-ચાર દીકરીઓનો લહાવો મળ્યો હતો.

અમેરિકાના લુઇઝિયાનામાં ફારા અને પેટોન લૅરી નામના કપલને ઑલરેડી એક દીકરો હતો અને બીજી વાર અનપ્લાન્ડ પ્રેગ્નન્સી રહી ગઈ ત્યારે તેમને હતું કે દીકરી આવે તો ફૅમિલી કમ્પ્લીટ થઈ જાય. જોકે તેમને એક નહીં, ચાર-ચાર દીકરીઓનો લહાવો મળ્યો હતો. વાત એમ હતી કે ફારાને રહેલી નૅચરલ પ્રેગ્નન્સીમાં ચાર બાળકો કન્સીવ થયેલાં. કપલનું કહેવું છે કે એક તરફ ખૂબ ખુશી છે અને બીજી તરફ અચાનક જ પરિવાર ધાર્યા કરતાં વધુ વિસ્તરી ગયો એનું શું કરવું એની ચિંતા છે. જોકે આ કિસ્સામાં અનોખી વાત એ છે કે તેમને જન્મેલી ચાર દીકરીઓમાંથી બે જોડી આઇડેન્ટિકલ ટ્‍વિન્સ છે. મતલબ કે બે દીકરીઓ એક જ જેવી લાગે છે અને એક જ કોષના વિભાજનમાંથી પેદા થયેલી છે. મેડિકલી આવું બહુ જ રૅરલી જોવા મળે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારે એકસાથે બે આઇડેન્ટિકલ ટ્‍વિન્સ જન્મે એવું લગભગ દસ લાખ બાળકોના જન્મમાં એકાદ વાર બને છે.

united states of america international news news world news childbirth offbeat news