30 April, 2024 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ સોશ્યલ મીડિયા પર યુનાઇટેડ કિંગડમના એક સ્ટાર્ટઅપની ક્લિપ શૅર કરી હતી. એમાં ભારતીય સ્ટાઇલનું સ્ટીલનું ટિફિન ભરાઈ રહ્યું છે. પનીરની સબ્ઝી, મિક્સ વેજિટેબલ્સ અને રાઇસ એમ ત્રણ ડેકમાં ડબ્બા ભરાઈને આ ટિફિન સાઇકલ પર કસ્ટમર્સને પહોંચાડવામાં આવે છે. સાઇકલ પર ડબ્બા મૂકવાનાં બૉક્સ પણ બહુ સિસ્ટમૅટિક છે. આ ડબ્બા-સર્વિસ પ્યૉર વેજિટેરિયન પ્લાન્ટ-બેઝ્ડ ફૂડ જ સર્વ કરે છે. લંડનમાં આવી અનોખી ટિફિન-સર્વિસ ‘ડબ્બાડ્રૉપ’ નામની કંપનીએ શરૂ કરી છે જે મુંબઈની ડબ્બાવાળા સિસ્ટમથી પ્રેરિત છે. અત્યાર સુધી પશ્ચિમના દેશોનું અનુકરણ ભારતમાં થતું હતું, પણ બ્રિટિશ લોકોને આ ઇકો-ફ્રેન્ડ્લી સિસ્ટમ અપનાવતા જોઈને આનંદ મહિન્દ્રએ લખ્યું છે કે રિવર્સ કૉલોનાઇઝેશનનો આનાથી વધુ સારો અને સ્વાદિષ્ટ પુરાવો બીજો કોઈ હોઈ ન શકે.