બસમાં ચડવા માટે ધક્કામુકી : આ દૃશ્ય ભારતનું નહીં, લંડનનું છે

16 May, 2024 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ લાખથી વધુ લોકોએ જોયેલો આ વિડિયો વેસ્ટ લંડનના રુઇસ્લિપનો છે.

વાઇરલ વિડિયોની તસવીર

ભારતમાં પ્રવાસીઓ બસમાં ચડવા માટે ધક્કામુક્કી કરે એ દૃશ્ય સામાન્ય છે, પણ લંડનમાં આવું થાય એ કોઈ માની શકે? સોશ્યલ મીડિયા પર એક બસ-સ્ટૉપનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં લોકો બસમાં જવા માટે એકબીજાને ધક્કા મારી રહ્યા છે. ૧૦ લાખથી વધુ લોકોએ જોયેલો આ વિડિયો વેસ્ટ લંડનના રુઇસ્લિપનો છે. એક મહિલા ‘લેડીઝને રિસ્પેક્ટ આપો’ એવું કહી રહી છે. આ ભીડ એટલી બધી હતી કે અમુક પૅસેન્જર્સ એક તરફ ઊભા રહી ગયા હતા. યુઝર્સે આ વિડિયો પર કમેન્ટ કરી હતી, ‘લંડન હવે ઓળખાતું જ નથી. શું આ ભારત છે?’ તો બીજી વ્યક્તિએ કહ્યું, ‘ભારતમાં રુઇસ્લિપ ક્યાં આવેલું છે? બહુ વ્યસ્ત લાગે છે.’

offbeat videos offbeat news social media