નેતાના ઇન્ટરવ્યૂ માટે આવેલા પત્રકારની ગાડીના ટાયર થયા ચોરી અને પછી થયું આવું...

14 May, 2024 07:32 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: ડિયોમાં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે એક કારના ચારેય ટાયર ગાયબ થઈ ગયા છે.

તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા

હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરનો (Lok Sabha Elections 2024) ઈન્ટરવ્યુ લેવા માટે એક પત્રકારની કારના ચારેય ટાયર ચોરી થઈ ચોરી લીધા હતા. આ પીડિત પત્રકારે પોતે જ તેની સાથે બનેલી ઘટનાનો વીડિયો તેના X એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે એક કારના ચારેય ટાયર ગાયબ થઈ ગયા છે. આ વીડિયોને શેર કરીને પત્રકારે લખ્યું હતું કે ‘મિત્રો, શું આને પણ પત્રકારત્વ પર હુમલો જ માનવો જોઈએ? મને કહો, હું મનોહર લાલ લાલ ખટ્ટર જીનો ઈન્ટરવ્યુ લેવા આવ્યો હતો, તે પહેલા મારી સાથે આ ઘટના બની હતી. નેતાના ઇનતેરવ્યું માટે આવેલા આ પત્રકારની કારના ટાયર ચોરી થઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારની ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પત્રકારે શેર કરેલા આ વીડિયોમાં (Lok Sabha Elections 2024) તે કહેતો સંભળાય છે કે ‘મિત્રો આજે રિપોર્ટિંગ કરવા માટે કરનાલ આવ્યા હતા. મારી ટીમની કાર કરનાલના જાની ગામમાં બહાર પાર્ક કરી હતી. કોઈએ મેં પાર કરેલી કારના ચારેય ટાયરને કાઢી લીધા હતા અને સૌથી ખરાબ વાત એ છે કે કારના વાઇપરના બ્લેડ પણ તેઓ લઈ ગયા હતા. અમે રાત્રે 12 વાગ્યે આવ્યા અને સવારે 4 વાગ્યે ઉઠી ગયા હતા. આજે મનોહર લાલ ખટ્ટર અને કૉગ્રેસના ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાનો હતો. અમારી કાર પણ ખૂબ ખરાબ અને એકદમ જૂની લાગે છે તેમ છતાં તેના ટાયર પણ ચોરાઈ ગયા હતા. જ્યારે હું સવારે ઉઠ્યો, ત્યારે મને થયું કે તમને જણાવું કે હરિયાણામાં સિસ્ટમ કેટલી સારી રીતે કામ કરી રહી છે. ચોરો એટલા ડરી ગયા છે કે તેઓ આવી સસ્તી ચોરીઓ કરી રહ્યા છે. આ માત્ર 7-8 હજાર રૂપિયાની ચોરી છે. આ મોટી ચોરી નથી. હવે શું કહેવું...”

આ ચોરી બાદ પત્રકારે વધુ એક ટ્વિટ કરી લખ્યું હતું કે “એક યુવક મસ્તી કરતાં કહ્યું કે મોદીજીની ભેંસની (Lok Sabha Elections 2024) દલીલને કારણે કૉંગ્રેસના લોકો બે પૈડા લઈ ગયા. નજીકમાં ઉભેલા એક કાકાએ યુવકની મજાક સાંભળીને કહ્યું અને તારા બે પૈડા મોદી લઈ ગયા. આ ચોરી થયેલા પૈડાને બુલેટ ટ્રેનમાં લગાવશે. તેઓ કેટલા તેજસ્વી લોકો છે, મેં હજારોની ખોટ સહન કરી છે અને તેઓ આનંદ માણી રહ્યા છે.” લોકોએ પત્રકારના આ વીડિયો અનેક ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે આ કોમેન્ટ કરીને લખ્યું કે એન્જિન હજુ છે? તેને ફરીથી ઊભા કરો! તો બીજાએ લખ્યું ‘કે પૈડા તમારાથી પહેલા ઉઠીને ભાગી ગયા હતા. સોશિયલ મીડિયા પર પત્રકારની આ સ્ટોરી ખૂબ જ વાઇરલ થઈ રહી છે.

Lok Sabha Election 2024 offbeat news haryana social media chandigarh