હટ્ટાકટ્ટા માણસને કાર્પેટમાં ફંગોળવાની પ્રથા સજા નહીં, મજા છે

12 May, 2024 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં દર વર્ષે આ અનોખી ટ્રેડિશનનું પાલન કરવામાં આવે છે.

બ્રેઝોવ શહેર

યુરોપિયન દેશ રોમાનિયાના બ્રેઝોવ શહેરમાં શુક્રવારે ગજબનાં દૃશ્યો સર્જાયાં હતાં. અહીં ખાસ વેશભૂષામાં સજ્જ એવા સ્થાનિક યુવાનોને લોકો ટ્રેડિશનલ કાર્પેટમાં સુવડાવીને હવામાં ફંગોળતા હતા. કાર્પેટને ચારે બાજુએથી પકડી રાખનારાઓ અધ્ધર ફેંકાયેલા યુવાનને બરોબર ઝીલી લેતા હતા. અહીં દર વર્ષે આ અનોખી ટ્રેડિશનનું પાલન કરવામાં આવે છે.

નેધરલૅન્ડ્સના આર્ટ સ્ટોરેજમાં દોઢ લાખથી વધુ રૅર ચીજવસ્તુઓનો સંગ્રહ

યુરોપના વિવિધ આર્ટ કલેક્ટર્સ દ્વારા છેલ્લાં ૧૭૪ વર્ષથી કલેક્ટ કરવામાં આવેલી રૅર કલાકૃતિઓ તથા દુર્લભ ચીજવસ્તુઓ નેધરલૅન્ડ્સના રૉટરડૅમ શહેરમાં એક ખાસ બિલ્ડિંગમાં સ્ટોર કરવામાં આવી છે. ડેપો બૉઇજમન્સ નામના આર્ટ સ્ટોરેજમાં ૧૪ કમ્પાર્ટમેન્ટમાં અલભ્ય ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. સામાન્ય લોકો આ સ્ટોરેજની મુલાકાત લઈ શકે છે.

સૌને સાંકળી રાખે તે મા

જમ્મુમાં ગઈ કાલે મધર્સ ડે પહેલાં એની ઉજવણીમાં બાળકોએ માનવસાંકળ બનાવી ‘માઁ’ શબ્દની રચના કરીને પોતપોતાની મમ્મીને વિશ કર્યું હતું.

બુદ્ધં શરણં ગચ્છામિ

૨૩ મેએ ભગવાન બુદ્ધના જન્મદિવસ એટલે કે બુદ્ધપૂર્ણિમા નિમિત્તે સાઉથ કોરિયામાં લોટસ લૅન્ટર્ન ફેસ્ટિવલ થઈ રહ્યો છે. એ પહેલાં કમળની ડિઝાઇનવાળાં કંદીલ લઈને સેંકડો લોકોએ સરઘસ કાઢ્યું હતું.

offbeat news international news festivals