૨૦૨૩માં ગૂગલ પર સૌથી વધુ શું શોધાયું?

12 December, 2023 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૩ની વાત કરીએ તો આ વર્ષે ન્યુઝમાં સૌથી ટૉપ પર રહ્યા ચન્દ્રયાન-૩ના સમાચાર. ચન્દ્રયાન લૉન્ચ થયું અને એ ચંદ્રની જમીન પર લૉન્ચ થયું એ દરમ્યાન લોકો એની પળપળની ખબર મેળવતા રહ્યા. 

ચંદ્રયાન- 3

આજકાલ કંઈ પણ જાણવું હોય તો ગૂગલબાબા હાજર જ હોય છે; કોઈ ન્યુઝ જાણવા હોય તો એ પણ, રેસિપી જાણવી હોય તો એ પણ, કંઈક નવું શીખવું હોય તો એ પણ અને કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો એ પણ. જોકે તમે અને હું ગૂગલ બ્રાઉઝર પર જે ચીજની સર્ચ મારીએ છીએ એનો ગૂગલબાબા હિસાબ રાખે છે અને જે-તે સમયે કઈ ઘટના, ન્યુઝ, વ્યક્તિ કે ચીજ ટ્રેન્ડમાં છે એ કહી આપે છે. ૨૦૨૩ની વાત કરીએ તો આ વર્ષે ન્યુઝમાં સૌથી ટૉપ પર રહ્યા ચન્દ્રયાન-૩ના સમાચાર. ચન્દ્રયાન લૉન્ચ થયું અને એ ચંદ્રની જમીન પર લૉન્ચ થયું એ દરમ્યાન લોકો એની પળપળની ખબર મેળવતા રહ્યા. 

ટ્રાવેલ ડેસ્ટિનેશન માટે ગૂગલમાં સૌથી મોખરે રહ્યું વિયેટનામ. ઘરમાં નવી રેસિપી બનાવવાની સર્ચમાં સૌથી મોખરે છે કેરીનું અથાણું. ગૂગલ પર લોકો જાતજાતની સ્કિલ્સ અને માહિતી મેળવવાની સર્ચ પણ કરતા હોય છે. એમાં સૌથી મોખરે લોકોને ચિંતા હતી સ્કિન અને હેર ડેમેજ ન થાય એ માટે શું કરવું એની. આ યાદીમાં બીજા નંબરે જ સવાલ હતો એ બતાવે છે કે લોકોને સોશ્યલ મીડિયામાં ઝડપથી ફેમસ થવાની કેટલી ચળ છે. ગૂગલ પર બીજા નંબરે સૌથી વધુ સર્ચ થયું હતું, ‘હાઉ ટુ રીચ માય ફર્સ્ટ ૫૦૦૦ ફૉલોઅર્સ ઑન યુટ્યુબ.


ન્યુઝમાં સૌથી વધુ સર્ચ
 ચન્દ્રયાન-૩ 
 કર્ણાટક ઇલેક્શન રિઝલ્ટ્સ 
 ઇઝરાયલ ન્યુઝ 
 સતીશ કૌશિક 
 બજેટ ૨૦૨૩ 
 ટર્કી અર્થક્વેક 
 અતીક અહેમદ 
 મૅથ્યુ પૅરી 
 મણિપુર ન્યુઝ 
 ઓડિશા ટ્રેન ઍક્સિડન્ટ

ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ
વિયેટનામ
ગોવા
બાલી
શ્રીલંકા
થાઇલૅન્ડ
કાશ્મીર

કુર્ગ
આંદામાન નિકોબાર 
ઇટલી 
સ્વિટ્ઝરલૅન્ડ

સૌથી વધુ ‘હાઉ ટુ’ સર્ચ 
સ્કિન અને હેરને સન ડૅમેજથી બચાવવાની હોમ રેમિડી શું?
યુટ્યુબ પર પહેલાં ૫૦૦૦ ફૉલોઅર્સ મેળવવા શું કરવું?
કબડ્ડીમાં નિપુણતા માટે શું કરવું?
કારનું માઇલેજ સુધારવા શું કરવું?
ચેસના ગ્રૅન્ડમાસ્ટર બનવા શું કરવું?
રક્ષાબંધન પર બહેનને સરપ્રાઇઝ આપવા શું કરવું?
પ્યૉર કાંજીવરમની સાડી ઓળખવા શું કરવું?
પૅન નંબર આધાર સાથે લિન્ક કરવા શું કરવું?
કેવી રીતે વૉટ્સઍપ ચૅનલ ક્રીએટ કરવી?
ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક કઈ રીતે મેળવવી?

ટૉપ સર્ચ્ડ રેસિપી
કેરીનાં અથાણાંની રેસિપી
સેક્સ ઑન ધ બીચ રેસિપી
પંચામૃત રેસિપી
હકુસાઇ રેસિપી
ધનિયા પંજરી રેસિપી
કરંજી રેસિપી
થિરુવથીરાઇ કાલી રેસિપી
ઊગડી પચડી રેસિપી
કોલુકટ્ટાઈ રેસિપી
 વા લડ્ડુ રેસિપી

national news chandrayaan 3 israel palestine vietnam italy offbeat news offbeat videos