લાઇફમસાલા: ૩ કિલો ચાંદીનું કમળ 

10 June, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના શપથ લઈ લે એ પછી તેમને આ કમળ ભેટ આપવામાં આવશે. 

૩ કિલો ચાંદી વાપરીને બનાવેલ કમળ

યુરોપિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં શુક્રવારે ૨૦ કિલોમીટરની રેસ-વૉકમાં સ્પેનની લૉરા ગ્રૅસિઆ-કારોએ ફિનિશલાઇન પર પહોંચતાં પહેલાં જ સેલિબ્રેશન શરૂ કરી દેતાં યુક્રેનની રનર આગળ વધી ગઈ. એને કારણે લૉરા કાંસ્યચંદ્રક પણ મેળવી શકી નહોતી.

સ્વરક્ષા માટે લાઠીદાવ

રાજસ્થાનમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમને સ્વરક્ષા માટે સક્ષમ બનાવવાની વર્કશૉપ્સ થઈ રહી છે. ઉનાળાના વેકેશનમાં બિકાનેરમાં સ્કૂલમાં જતી કિશોરીઓને સેલ્ફ-ડિફેન્સ માટે કઈ રીતે લાઠીનો ઉપયોગ કરી શકાય એ શીખવવામાં આવી રહ્યું છે.

૩ કિલો ચાંદીનું કમળ 

જમ્મુના એક જ્વેલરે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર સતત ત્રીજી વાર બનવા જઈ રહી છે એ નિમિત્તે ૩ કિલો ચાંદી વાપરીને કમળ બનાવ્યું હતું. ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના શપથ લઈ લે એ પછી તેમને આ કમળ ભેટ આપવામાં આવશે. 

પતિનાં સગાંવહાલાંઓને ચા ન સર્વ કરવી એ ક્રુઅલ્ટી નથીઃ હાઈ કોર્ટ

પંજાબ અને હરિયાણાની હાઈ કોર્ટના જજે એક કેસની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે જો પત્ની પતિના મિત્રો કે સગાંવહાલાંઓને ચા ન આપતી હોય તો એને ક્રુઅલ્ટી ગણીને એ ગ્રાઉન્ડ પર ડિવૉર્સ મળી શકે નહીં. આ લગ્નજીવનના નાના ઝઘડાઓ છે. હાઈ કોર્ટના જસ્ટિસ સુધીર સિંહ અને હર્ષ બંગરે કહ્યું હતું કે ‘આવા જનરલ અને અસ્પષ્ટ આરોપોને મહત્ત્વ ન આપવું. આ મુદ્દો ઉઠાવીને છૂટાછેડાની માગણી કરનારે સમજવું જોઈએ કે આ સામાન્ય લગ્નજીવનના વેઅર ઍન્ડ ટેઅર જેવી ઘટનાઓ છે.’

ગોવાના કલંગુટ બીચ પર એન્ટ્રી-ફી ભરવી પડી શકે છે

નૉર્થ ગોવાની કલંગુટ ગામની પંચાયતે ગામના બીચની સ્વચ્છતા જાળવવા અને ટૂરિઝમ વિકસાવવા માટે જરૂરી મૅનેજમેન્ટ સારી રીતે થઈ શકે એ માટે આ બીચ પર આવનારા લોકો પાસે એન્ટ્રી-ફી વસૂલવાનું નક્કી કર્યું છે. ટૂરિસ્ટોએ કાં તો તેઓ જે હોટેલમાં ઊતર્યા છે એના રિઝર્વેશનનું પ્રૂફ અથવા તો નૉમિનલ ટૅક્સ આપવો પડશે.

offbeat news jammu and kashmir rajasthan punjab goa bharatiya janata party narendra modi life masala